Sunday - Jul 05, 2026

સિંચાઇ માટે શિયાળામાં પાણી ન મળતા માટે કુવા-બોરનું પાણી રવીપાકનું ઉત્પાદન

સિંચાઇ માટે શિયાળામાં પાણી ન મળતા માટે  કુવા-બોરનું પાણી રવીપાકનું  ઉત્પાદન

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે ઘણા સમયથી પાણીની ગંભીર સમસ્યા છે. હાલ વાંકાનેર નજીક આવેલા જડેશ્વર પાસેથી આ ગામને પીવાનું પાણી આપવામાં આવે છે. પણ પાણી અપૂરતું હોય તેમજ અનિયમિત હોવાથી અગાઉ નજીક આવેલા નર્મદા સંપમાંથી પાણી પૂરું પાડવા પાઇપલાઇનની કામગીરી મંજુર થઈ ગઈ છે અને કોન્ટ્રાક્ટ પણ અપાઈ ગયો છે. પણ હજુ સુધી પાણીની લાઈનનું કામ જ શરૂ થયું નથી. એટલે ગામલકોને પાણીની તંગીથી આવી કાળઝાળ ગરમીમાં જ્યાં ત્યાંથી પાણી મેળવવા માટે ભારે પરસેવો પાંડવો પડે છે.

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના લોકોના જણાવ્યા મુજબ આ ગામનો ઇતિહાસ આશરે 50 વર્ષ જૂનો હોય એટલે 500 વર્ષ પહેલાંથી જ આ ગામની હયાતી હોય હાલ આ ગામમાં 3500ની વસ્તી હજુ ખેતી પર નભે છે. જો કે સિંચાઇ માટે સુવિધા છે પણ શિયાળામાં ખેતી માટે સિંચાઇની સુવિધા મળતી નથી. એટલે ખેડૂતોને રવિ પાકની ઉપજ લેવી હોય તો કુવા અને બોરનો સાહરો લેવો પડે છે.  જે ખેડૂતો પાસે કુવા અને બોર ન હોય તેના મનમાં નિરાશા વ્યાપી જાય છે. આ ગામમાં અન્ય સુવિધાઓ જોઈએ તો 1થી 8 સુધી સરકારી સ્કૂલ, આરોગ્ય કેન્દ્ર,ગામના રસ્તા અને ભૂગર્ભ ગટર વ્યવસ્થા એકદમ ટકાટક, લાઈટ, સ્વચ્છતા માટે વાહન ન હોય એટલે કચરા નિકાલ માટે શેડ બનાવ્યો છે. જ્યારે આ ગામને જોડતા આંતર ગ્રામ્ય રોડ જેવા કે, અમરાપર-જડેશ્વરને જોડતો રસ્તો એકદમ  કાચો હોવાથી પાકો કરવા, ગામમાં સિંચાઇ સહિતની સુવિધા માટે આવેલા ત્રણ તળાવની પાળ તૂટી ગઈ હોવાથી ગ્રામજનોએ તેના રિપેરીગની માંગ કરી છે.