મોરબી : મોરબી નગરપાલિકા અંતર્ગત એવન્યુ પાર્ક પાસે રવાપર રોડ ઉપર આવેલ નાળું નબળી હાલતમાં હોય તેથી ત્યાં નવું નાળું બનાવવું અતિ આવશ્યક છે. તેથી આ નાળા ઉપર વાહનોને ડાયવર્ઝન આપીને આગામી તારીખ 9-12-2024 સુધી વાહન વ્યવહારને અન્ય રોડ પર ડાયવર્ઝન આપવા અંગેનું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી મોરબી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર, ટુ-વ્હીલર પ્રકારના વાહનો માટે નાળા પાસેથી સિંગલ પટ્ટી રોડ- નીલકંઠ સ્કૂલ- બાપા સીતારામ ચોક- રવાપર ગામ તરફ જઈ શકાશે.