Thursday - Jul 02, 2026

મોરબીના આર્ય સમાજમાં કાલે રક્ષાબંધને શ્રાવણી પર્વની ઉજવણી કરાશે

મોરબીના આર્ય સમાજમાં કાલે રક્ષાબંધને શ્રાવણી પર્વની ઉજવણી કરાશે

યજ્ઞ, સત્સંગ, પ્રવચન, શાંતિપાઠ સહિતના કાર્યક્રમો યોજાશે

મોરબી : આવતીકાલે તારીખ 9 ઓગસ્ટ ને શનિવારના રોજ મોરબીના લખધીરવાસ સ્થિત આર્યસમાજ ખાતે શ્રાવણી ઉપાકર્મ તથા વૈદિક પ્રવચનનું એટલે કે શ્રાવણી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. રક્ષાબંધ એટલે કે નાળિયેરી પૂનમ જેને આર્યોની વૈદિક ભાષામાં શ્રાવણી પર્વ કહેવામાં આવે છે. આ દિવસે નવી જનોઈ ધારણ કરવામાં આવે છે અને જુની જનોઈ બદલવામાં આવે છે.

આ પ્રસંગે તારીખ 9 ઓગસ્ટ ને શનિવારે સવારે 9 વાગ્યાથી પુરોહિત ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા યજ્ઞ, સત્સંગ, પ્રવચન આપવામાં આવશે. સાથે જ શાંતિપાઠ અને અલ્પાહારનું આયોજન કરાયું છે. અન્ય એક કાર્યક્રમમાં વર્ષાકાલમાં આર્યસમાજ રોજડ-વાનપ્રસ્થ સાધક આશ્રમના સ્વામી શ્રેયસ્પતિજી યુવા સંન્યાસી દર્શનાચાર્ય, નિરુક્તાચાર્ય, વેદ, ઉપનિષદ, દર્શન, મનુસ્મૃતિ, રામાયણ, મહાભારત, પારસ્કર ગૃહસૂત્ર આદિના મર્મજ્ઞ વિદ્વાન પધારશે. તેમના અલગ અલગ 2 કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં શનિવારે રાત્રે 9 થી 10-30 દરમિયાન સ્વયં કી ખોજ-આત્મા વિષય પર પ્રવચન અને શંકા સમાધાન કરવામાં આવશે. ત્યારબાદ 10 ઓગસ્ટ ને રવિવારના રોજ રાત્રે 9 થી 10-30 સુધી વૈદિકક સંધ્યા શુદ્ધ ઉચ્ચારણ, વૈદિક યજ્ઞ મંત્રોના શુદ્ધ ઉચ્ચારણ શંકા સમાધાન સંધ્યા અને યજ્ઞ સંબંધી પ્રશ્નોના જવાબો મળશે. તો આ કાર્યક્રમમાં પધારવા સર્વેને ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.

મોરબીના આર્ય સમાજમાં કાલે રક્ષાબંધને શ્રાવણી પર્વની ઉજવણી કરાશે