મોરબી:- મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આવેલા જલારામ મંદિર ખાતે 11 ઓગસ્ટ સોમવારના રોજ બપોરે ચાર વાગ્યા પછી મીઠાઈ ની સાથે ફરસાણનું વિતરણ પણ રાહત દરે કરવામાં આવશે આ મીઠાઈનું વિતરણ વહેલા તે પહેલાના ધોરણે કરાશે.
જલારામ મંદિરનો રાહત દરે મીઠાઈ અને ફરસાણ વિતરણનો માત્ર હેતુ સમાજના દરેક વર્ગના લોકો તહેવારોને માણી શકે તે છે.
કંપનીઓ કે બીજા કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા જો તેઓ પોતાના કર્મચારીઓ માટે મીઠાઈ અને ફરસાણની કીટ મેળવવા માંગતા હોય તો જલારામ ધામના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણીનો સંપર્ક કરી શકે છે જેમનો મોબાઇલ નંબર છે (98250 82468) અથવા હરીશભાઈ રાજા જેમનો મોબાઇલ નંબર છે (98792 18415) પર સંપર્ક કરી શકે છે