મોરબી : મોરબીમાં અધર્મ પર ધર્મના વિજય રૂપે વિજયા દશમીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબીના રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત પોશાકમાં શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલા સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલથી રાજપૂત સમાજ દ્વારા ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. જેમાં પરંપરાગત પોશાકમાં ખુલ્લા હથિયારો અને ગાડી તેમજ ઘોડામાં ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ રેલી શક્ત શનાળા ગાને આવેલ શક્તિ માતાના મંદિરે પહોંચીને તમામ રાજપૂત સમાજના લોકોએ પોતાના હથિયારોનું પૂજન કરાયું હતું.