Sunday - May 10, 2026

મોરબીના રાજપર ગામે વૃદ્ધાને છરી બતાવી લૂંટ ચલાવ્યાના બનાવમાં પોલીસ FIR ન નોંધતી હોવાનો આક્ષેપ

મોરબીના રાજપર ગામે વૃદ્ધાને છરી બતાવી લૂંટ ચલાવ્યાના બનાવમાં પોલીસ FIR ન નોંધતી હોવાનો આક્ષેપ

ભોગ બનનારના પરિવારે જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી 
 

મોરબીના રાજપર ગામે વૃદ્ધાને છરીના અણીએ લૂંટી લીધા હોય આ લૂંટ અને ચોરીના બનાવમાં પોલીસ એફઆઈઆર ન નોંધતી હોવાના આરોપ સાથે ભોગ બનનાર પરિવારે જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી છે.

મોરબીના રાજપર ગામના રાહુલ મુકેશભાઈ દેગામે એસપીને કરેલી રજુઆતમાં જણાવ્યુ કે ગત તા. ૦૭/૦૪/૨૦૨૫ના રોજ વહેલી સવારે 3-00 વાગ્યાના સુમારે તેઓ ઘરે રૂમમાં સુતા હતા અને તેઓના માતા હોલમાં સુતા હતા. ત્યારે કોઈએ બારીમાં હાથ નાંખી ઘરનો દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કરી તેઓની માતાને છરી બતાવી કાનમાં પહેરેલ સોનાની બુટી ખેંચી કાઢી લીધેલ હતી. સાથે હાથમાં પહેરેલ બંગળી એક ગ્રામ વાળી કાઢી લીધેલ તેમજ રોકડ રકમની લુટ ચલાવેલ હતી. ઉપરાંત તેઓના માતાને છરી વડે ઇજા પહોંચાડી ઘટનાને અંજામ આપ્યો હતો.
સવારે ૪-૦૦ કલાક આસપાસ ૧૦૮ની મદદથી સરકારી હોસ્પીટલ તેઓના માતાને સારવાર માટે પહોંચાડેલ અને સાંજે રજા આપેલ હતી.આ લુટ તથા ચોરી અંગેના બનાવની સીવીલ હોસ્પીટલ ખાતે એમ. એલ. સી. નોંધાયેલ તેમજ બીટ જમાદાર દ્વારા ઘરે આવી નીવેદન પણ નોંધવામાં આવેલ છે. પરંતુ આજ દિન સુધી બનાવ અંગેની એફ.આઇ.આર. નોંધવામાં આવેલ નથી.
વારંવાર પોલીસ સ્ટેશન જઇ તપાસ કરતા પોલીસ સ્ટેશને કોઇ જવાબ મળતો નથી કે બનેલ ઘટના અંગે કોઇ એફ. આઇ. નોંધવામાં આવેલ નથી. પોલીસ સ્ટેશન જતા એવું કહેવામાં આવે છે કે આરોપીઓ પકડાઇ જશે પછી એફ. આઇ. આર. નોંધીશું.