Sunday - Jul 05, 2026

રાજકોટ - મોરબી હાઇવે ઉપર અકસ્માતમાં બેને ઇજા

રાજકોટ - મોરબી હાઇવે ઉપર અકસ્માતમાં બેને ઇજા

રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના વિરપર નજીક જીજે - 10 - ટીએક્સ - 6850 નંબરની બોલેરો ગાડીને જીજે - 36 - ટી - 5310 નંબરના આઇસર ચાલકે પાછળથી ટક્કર મારતા બોલેરો ગાડીમાં ચડી રહેલા ફરિયાદી આદિલ ભુપતભાઇ બાબરીયા રહે.રાજકોટ અને દિલીપભાઈ નામના વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.