Saturday - May 16, 2026

ઉમિયા ધામ સીદસર સંગઠનમાં રજનીકાંત કાલરીયાને મહત્વની જવાબદારી; ઉપપ્રમુખ તરીકે વરણી

ઉમિયા ધામ સીદસર સંગઠનમાં રજનીકાંત કાલરીયાને મહત્વની જવાબદારી; ઉપપ્રમુખ તરીકે વરણી

મોરબી:શ્રી ઉમિયા ધામ સીદસર દ્વારા પાટીદાર સમાજના સર્વાંગી વિકાસ, સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓના સુચારુ આયોજન તેમજ સંગઠન શક્તિના વિસ્તરણના હેતુથી નવી સંગઠન સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં મોરબીના અગ્રણી રજનીકાંત રમેશભાઈ કાલરીયાને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

​રજનીકાંતભાઈની સંસ્થા પ્રત્યેની નિષ્ઠા, સેવા ભાવના, કાર્યદક્ષતા અને સામાજિક હિતની ઉમદા ભાવનાને ધ્યાનમાં રાખીને, તેમને મોરબી શહેર ૧ના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ઉમિયા ધામ સીદસર સંગઠનમાં રજનીકાંત કાલરીયાને મહત્વની જવાબદારી; ઉપપ્રમુખ તરીકે વરણી

મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ઉમિયા ધામ સીદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી અને સંગઠન પ્રમુખ કૌશિકભાઈ રાબડીયા દ્વારા તેમને નિમણૂક બદલ અભિનંદન પત્ર પાઠવીને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. સંસ્થાએ આશા વ્યક્ત કરી છે કે તેઓ સંસ્થાના ઉદ્દેશ્યો અને આદર્શોને વરેલા રહીને મંદિર તથા સમાજના વિકાસમાં સક્રિય અને પ્રેરણાદાયી ભૂમિકા ભજવશે.

​આ મહત્વપૂર્ણ જવાબદારી મળતા પાટીદાર સમાજ અને તેમના મિત્ર વર્તુળ દ્વારા રજનીકાંતભાઈ પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.