Friday - Jul 03, 2026

પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સભ્યની દીકરીના જન્મદિવસની 'સેવા અને સાદગી' સાથે પ્રેરણાદાયી ઉજવણી.

પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સભ્યની દીકરીના જન્મદિવસની 'સેવા અને સાદગી' સાથે પ્રેરણાદાયી ઉજવણી.

​ટંકારા: હાલના સમયમાં જ્યારે સમાજમાં દેખાદેખીનો પવન ફૂંકાયો છે અને જન્મદિવસ કે અન્ય પ્રસંગો પાછળ લાખો રૂપિયાના ધુમાડા કરી પ્રસંગને દિવ્ય અને ભવ્ય બનાવવાની હોડ જામી છે, ત્યારે આ પ્રવાહથી સાવ અલગ તરી આવીને પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના એક સભ્યએ પોતાની દીકરીના જન્મદિવસની ઉજવણી સાદગી અને સેવા સાથે કરીને સમાજને એક નવો રાહ ચીંધ્યો છે.

​પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સક્રિય સભ્ય આશાબેન જીગ્નેશભાઈ ભાલોડિયાએ તેમની વહાલસોયી દીકરી 'નીરવા' ના જન્મદિવસની ઉજવણી કોઈ હોટેલ કે પાર્ટી પ્લોટમાં કરવાને બદલે ટંકારાના બંગાવડી ખાતે આવેલા બાલાશ્રમમાં કરી હતી. આ ઉજવણીમાં ભભકાને બદલે ભાવ અને આત્મીયતા જોવા મળી હતી.
​ઘરે બનાવેલી કેક અને બાળકો સાથે રમત-ગમત
નીરવાના જન્મદિવસ નિમિત્તે બજારની તૈયાર કેકને બદલે ઘરેથી જ પ્રેમપૂર્વક બનાવેલી કેક બાલાશ્રમના બાળકો સાથે કાપવામાં આવી હતી. ત્યારબાદ આશ્રમના બાળકોને સુંદર ભેટ-સોગાદો આપવામાં આવી હતી. બાળકોના ચહેરા પર સ્મિત રેલાય તે માટે ખાસ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેમાં બાળકોની પ્રિય એવી પાણીપુરી અને પાઉંભાજી પીરસવામાં આવી હતી.​માત્ર ભોજન જ નહીં, પરંતુ બાળકો સાથે સમય વિતાવવો તે સૌથી મોટી ભેટ છે. આ હેતુથી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના બહેનોએ બાળકો સાથે મળીને અવનવી ગેમ્સ (રમતો) રમી હતી, જેનાથી બાળકોમાં એક અલગ જ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સભ્યની દીકરીના જન્મદિવસની 'સેવા અને સાદગી' સાથે પ્રેરણાદાયી ઉજવણી.

સમાજ માટે પ્રેરણારૂપ પહેલ

સામાન્ય રીતે જન્મદિવસ એટલે માત્ર ખર્ચ અને પાર્ટી એવી માન્યતાને આ ગ્રુપના સભ્યોએ નકારી કાઢી છે. દીકરી નીરવાના જન્મદિવસે વધારે ખર્ચ કરવાને બદલે, તે જ રકમનો સદુપયોગ કરી જરૂરિયાતમંદ બાળકોના મુખ પર સ્મિત લાવવાનો આ પ્રયાસ ખરેખર વંદનીય છે. સાદગીની સુગંધ સાથે કરવામાં આવેલ આ સેવાકીય કાર્ય અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.