Thursday - Jul 02, 2026

પૂજ્ય મહામહોપાધ્યાય જીજ્ઞેશભાઇ પંડ્યા દ્વારા બોળચોથ થી આઠમ સુધીના મુહૂર્ત.

પૂજ્ય મહામહોપાધ્યાય જીજ્ઞેશભાઇ પંડ્યા દ્વારા બોળચોથ થી આઠમ સુધીના મુહૂર્ત.

મોરબી:–(ગોલ્ડમેડાલિસ્ટકાશીવારાણસી) મોરબીના એક માત્ર કાશીના વિદ્વાન જ્યોતિષાચાર્ય સાહિત્યાચાર્ય ભાગવતાચાર્ય વાસ્તુ શાસ્ત્રી વાસ્તુ માર્ગદર્શક M.A. સંસ્કૃત જીગ્નેશભાઈ શાસ્ત્રી દ્વારા સાતમ આઠમના પર્વના શુભ ચોઘડિયા.

શ્રાવણ માસ આવે એટલે બધાને તહેવારોની એક મોસમ હોય છે પરંતુ ઘણી ઘણી વાર આપણે તહેવારોની અંદર મુહૂર્ત અને તિથિઓના કારણે અટવાઈ જતા હોઈએ છીએ. જેથી અમે આપની સન્મુખ સારા અને સાચા મહત્વ ક્યારે કરવા જે શાસ્ત્ર સંમત અને ધર્મસિંધુ અને નિર્ણય સિંધુ મુજબ આ મુજબ કરવા.

હાલનું એક મુખ્ય વિષય છે કે ચોથ ક્યારે કરવી જે ગામઠી ભાષામાં આપણે બોરચોથ કહીએ છીએ પણ શાસ્ત્રોત નિયમ મુજબ બહુલા ચતુર્થી એ તિથિ નું નામ છે. બોળ ચોથ ક્યારે લેવી તો

निर्णय सिंधु द्वितीय परिच्छेद “सा सायाह्नव्यापिनी ग्राह्या ।दिनद्वये तत्त्वे पूर्वा ग्राह्या गौर्याश्चतुर्थी वटधेनुपूजा दुर्गार्चनं दुर्भरहोलिके च ॥ वत्सस्य पूजा शिवरात्रिरेताः परान्विता घ्नन्ति नृपं सराष्ट्रम् " इति दिवोदासीयवचनात् ॥ अत्र वत्सपूजायाः पृथगुपादानाद्धेनुपूजाशब्देन बहुलाख्या गृह्यते इति स एव व्याचख्यौ ॥ मदनरत्नेप्येवम् । अत्र गोपूजा यवानाशनं च तत्रैवोक्तम् ॥
આટલું પ્રમાણ આપી અને શાસ્ત્રના નિયમ પ્રમાણે એટલે કે 

પૂજ્ય મહામહોપાધ્યાય જીજ્ઞેશભાઇ પંડ્યા દ્વારા બોળચોથ થી આઠમ સુધીના મુહૂર્ત.

શ્રાવણ વદ ૩/૪ મંગળવાર તા.૧૨/૮/૨૦૨૫ ના રોજ બોળચોથ ( બહૂલા ચતુર્થી) ગ્રાહ્ય કરવાની થાય.

શ્રાવણ વદ તૃતીયા ૧૨/૮/૨૫ ના મંગળવારે માત્ર ૮:૪૦ મી.સુધી જ છે. જેથી ચતુર્થી સાયન વ્યાપીની ગ્રાહ્ય કરવી જોઈએ. કે જેમાં ચંદ્ર દર્શન ચતુર્થી નો થતો હોય સંકષ્ટી ચતુર્થી નો થતો હોય એવી ચતુર્થી ગ્રાહ્ય કરવી

શ્રાવણ વદ ૪/૫ બુધવાર તા. ૧૩/૮/૨૫ નાગપંચમી

શ્રાવણ વદ ૬ ગુરુવાર તા. ૧૪/૮/૨૫ ના   રાંધણછઠ રહેશે. શાસ્ત્રના નિયમ પ્રમાણે જે તિથિને હળષસ્ઠિ તરીકે ઓળખવામાં આવે છે. અને આ દિવસે બલભદ્ર જયંતી પણ ઉજવવામાં આવે છે જે વૃંદાવનમાં દાઉજી ના મંદિરે ઉજવવામાં આવેછે.

છઠના દિવસે ચૂલા ઠારવાના સાંજના મુહૂર્તો
સાંજે ૫:૪૨ થી ૧૦:૦૫ શુભ,અમૃત,ચલ
રાત્રે ૧૨:૫૧ થી ૨:૧૪ લાભ
તા.૧૫/૮/૨૫ ના વેલી સવારે ૦૩:૩૭ મી થી ૬:૨૩ મિનિટ સુધી શુભ,અમૃત

શ્રાવણ વદ ૭ તા.૧૫/૮/૨૦૨૫ ને શુક્રવાર શીતળા સાતમ

શ્રાવણ વદ ૮ તા. ૧૬/૮/૨૦૨૫ ને શનિવાર જન્માષ્ટમી ભગવાન શ્રીકૃષ્ણ નો ૫૨૫૨ મો પ્રાગટ્ય ઉત્સવ

માટે પ્રસંગોને ભાવ અને પ્રેમથી આવી રીતના માણસો કોઈ પણ જાતની દ્વિધાના રાખશો.

પૂજ્ય મહામહોપાધ્યાય શ્રી જીજ્ઞેશભાઇ પંડ્યા
(ગોલ્ડમેડાલિસ્ટકાશીવારાણસી)
મોરબી માં એક માત્ર કાશી ના વિદ્વાન
*જ્યોતિષાચાર્ય સાહિત્યાચાર્ય ભાગવતાચાર્ય વાસ્તુ શાસ્ત્રી વાસ્તુ માર્ગદર્શક*M.A. સંસ્કૃત. 
મો, ૯૪૨૬૯ ૭૩૮૧૯*

શ્રી ગણનાથ જ્યોતિષ કાર્યાલય
ક્રિષ્ના ચેમ્બર ઓ.નં. 5 વસંત પ્લોટ મેઈન રોડ, ચકિયા હનુમાન ની બાજુમાં, મોરબી