Thursday - Jun 11, 2026

મોરબીમાં એસીબીના છટકામાં પીએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ રૂ.1.30 લાખની લાંચ લેતા ઝડપાયા

મોરબીમાં એસીબીના છટકામાં પીએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ રૂ.1.30 લાખની લાંચ લેતા ઝડપાયા

મોરબી : મોરબીમાં અમદાવાદની એસીબી ટીમે આજે સપાટો બોલાવી દીધો છે. એક પીએસઆઈ અને હેડ કોન્સ્ટેબલને રૂ.1.30 લાખની લાંચ લેતા ઝડપી લેતા સમગ્ર પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે.

મોરબીના નગર દરવાજા ચોકીના ઇન્ચાર્જ પીએસઆઈ એ.એસ.શુક્લા અને હેડ કોન્સ્ટેબલ હિતેશ મકવાણાએ એક વ્યક્તિ પાસેથી અગાઉ રૂ.1 લાખ લીધા હતા. વધારાની રૂ.1.30 લાખની રકમ લેવાની હતી. આ અંગે તે વ્યક્તિએ એસીબીનો સંપર્ક કરતા અમદાવાદ એસીબીની ટીમે મોરબીમાં છટકું ગોઠવી પીએસઆઈ એ.એસ.શુક્લા અને હેડ કોન્સ્ટેબલ હિતેશ મકવાણાને રૂ.1.30 લાખની લાંચ લેતા પકડી લીધા હતા. આ બન્ને પોલીસમેનને પકડી એસીબીએ આગળની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ પીએસઆઈ દરજ્જાના પોલીસ અધિકારી એસીબીના છટકામાં આવી જતા સમગ્ર પોલીસ બેડામાં સોપો પડી ગયો છે.