મરીન સોલ્ટ મેન્યુ. એસો. દ્વારા રાજ્યસભાના સાંસદને કરાઇ રજૂઆત
મોરબી : મોરબી જીલ્લા સહિત ગુજરાતમાં દેશના કુલ મીઠાના ઉત્પાદનમાંથી 80 ટકા મીઠાનુ ઉત્પાદન કરવામાં આવે છે અને મીઠા ઉધ્યોગ રાજ્યોનો મોટો ઉદ્યોગ છે. ત્યાર જો સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તો મીઠા ઉધોગનો વિકાસ થાય તેમ છે જેથી કરીને મરીન સોલ્ટ મેન્યુ. એસો. દ્વારા મીઠા ઉદ્યોગના વિકાસ અને નવલખી બંદરે સુવિધાઓ માટે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાને આવેદન પત્ર આપ્યું છે.
મરીન સોલ્ટ મેન્યુ. એસો. અને જયદીપ એસો. પ્રા. લી.ના દિલુભા જાડેજા દ્વારા આવેદન આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યુ છે કે, મીઠાના અગરીયાઓ માટે વર્ષોથી પીવાના પાણીની મુશ્કેલી છે, મીઠાના એકમોમાં આવવા જવા માટે રસ્તાઓ પાકા બનાવવા જોઈએ તેવી માંગ કરેલ છે અને માળીયા (મી) ના રણ વિસ્તારમા જેવા કે, લવણપુર, વર્ષામેડી, બોડકી, બગસરા, જાજાસર, હરીપર વિગેરે ગામોને નેશનલ હાઈવે સાથે જોડતા રસ્તાઓનુ નિર્માણ કરવું જોઈએ. તેમજ આ વિસ્તારમાં સાયકલોનથી બચાવ કરવા માટે આ વિસ્તાર માં સાયકલોન સ્લેટર બનાવવા જોઈએ.
માળીયા(મી) તાલુકામાં ઉત્પાદીત થતા મીઠાનાં નીકાસ માટે ડેલીગેટ જેટી બનાવવી જોઈએ. મીઠા ઉત્પાદીત વિસ્તારથી હરીપર, જાજાસર, દેવગઢ, હળવદ તાલુકાનાં રણ વિસ્તાર તથા સુરજબારી વિસ્તાર નવલખી બંદરથી ખુબજ દુર થતુ હોય મીઠાનાં પરીવહનામાં ખુબજ મોટો ખર્ચ થાય છે જેથી જો કે, નવલખી બંદરે કોલ આયાત થતો હોવાથી મીઠામાં કોલસાનું ડસ્ટીંગ થવાથી ત્યા મીઠાનું નિકાસ શક્ય નથી. માટે માળીયા તાલુકાનાં બગસરા વિસ્તારમાં એટલે કે હડકીયા ક્રિકમાં જેટી બનાવવાની માંગ કરેલ છે. અને બગસરા વિસ્તારમાં મીઠાનાં નિકાસ માટે અગાઉ મંજુર થયેલ તે જગ્યાએ જેટી બનાવવાની રજૂઆત કરી છે.