Thursday - Feb 12, 2026

ગૌરવવંતી ક્ષણ:મોરબીના ૧૮ વર્ષીય સંશોધક પરમ જોલાપરાનું આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન

ગૌરવવંતી ક્ષણ:મોરબીના ૧૮ વર્ષીય સંશોધક પરમ જોલાપરાનું આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન

ઉત્તર પ્રદેશ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા ‘ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ ૨૦૨૬’ એનાયત

મોરબી:નાની ઉંમરે મોટી સિદ્ધિ હાંસલ કરીને મોરબીના એક યુવાને સમગ્ર શિક્ષણ જગતનું ધ્યાન ખેંચ્યું છે. માત્ર ૧૮ વર્ષની વયે, મોરબીના યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને પ્રતિષ્ઠિત ‘ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ ૨૦૨૬’ થી સન્માનિત કરવામાં આવ્યા છે.

આધ્યાત્મિક સંશોધન ક્ષેત્રે ડંકો વગાડ્યો:

સામાન્ય રીતે ૧૮ વર્ષની ઉંમરે યુવાનો પોતાની કારકિર્દીની દિશા નક્કી કરવામાં અને કોલેજ પસંદગીમાં વ્યસ્ત હોય છે. તેવા સમયે, પરમ જોલાપરાએ ચીલાચાલુ માર્ગથી અલગ જઈને આધ્યાત્મિક સંશોધન ક્ષેત્રે ઊંડું ખેડાણ કર્યું છે. ઉત્તર પ્રદેશ વર્લ્ડ રેકોર્ડ્સ (UPWR) દ્વારા આયોજિત ઓનલાઇન એવોર્ડ સમારોહમાં, પરમને ‘એજ્યુકેશન એન્ડ રિસર્ચ’ (Education & Research) કેટેગરીમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ આ આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ગૌરવવંતી ક્ષણ:મોરબીના ૧૮ વર્ષીય સંશોધક પરમ જોલાપરાનું આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન

યુવા પેઢી માટે પ્રેરણારૂપ
આ એવોર્ડ પરમની અતૂટ નિષ્ઠા, નવીન વિચારસરણી અને શિક્ષણ પ્રત્યેની ગંભીર પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, પરમની આ સિદ્ધિ માત્ર એક વ્યક્તિગત સફળતા નથી, પરંતુ તે સંશોધન ક્ષેત્રે આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું પ્રતીક છે.

પરમ જોલાપરાની આ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ બદલ મોરબી શહેર અને શિક્ષણ જગતમાં હર્ષની લાગણી ફેલાઈ છે અને તેમને ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.