Thursday - May 07, 2026

મોરબીના આલાપ પાર્કમાં ગેઇટ તોડી પડાતા રહીશોનું વિરોધ પ્રદર્શન

સોસાયટીનો ગેઇટ નડતરરૂપ ન હોવા છતાં એક વગદાર શખ્સના કહેવાથી ગેઇટ તોડી પડાયાનો ઉગ્ર આક્રોશ ઠાલવ્યો
મોરબીની આલાપ પાર્ક સોસાયટીનો ગેઇટ નગરપાલિકાએ તોડી નાખતા નગરપાલિકા સામે સ્થાનિક રહોશોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.સોસાયટીનો ગેઇટ નડતરરૂપ ન હોવા છતાં એક વગદાર શખ્સના કહેવાથી ગેઇટ તોડી પડાયાનો ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. જે તોડી પાડવાનું હતું તેને ઊંડી આચ આવવા દીધી નથી અને જે નડતરરૂપ ન હોય એ તોડવું કેટલું વાજબી છે તેવા સવાલ સાથે નગરપાલિકાના નામની નારેબાજી લગાવી હતી.

મોરબીની આલાપ પાર્ક સોસાયટીના રહેવાસી અલ્પાબેન ઘોડાસરા જણાવ્યા મુજબ એક શખ્સના કહેવાથી રૂ  10 થી 15 લાખના ખર્ચે બનાવેલો મોટો ગેઇટ રાતોરાત તોડી નાખવામાં આવ્યો છે અને અમે ખરાબ રોડની કેટલા દિવસથી અરજીઓ કરી છીએ એના વિશે કોઈ કાર્યવાહી થતી નથી. જ્યારે આ બાબુભાઇ સરડવા નામના વ્યક્તિના કહેવાથી તંત્રએ ગેઇટ તોડી નાખ્યો છે. એટલે તંત્ર લોક હિતના ઈશારે કામ કરે છે કે એક વ્યક્તિના હિતમાં કામ કરે છે ? સોસાયટીના બધા લોકોએ દાન કરી ભેગા મળીને આ ગેઇટ બનાવ્યો હતો. જેને તોડી પડાતા હવે લોકો સારા કામ માટે આગળ જ નહીં આવે. એક ખુલ્લી ગટર માટે સ્થાનિકો ભારે હેરાન થાય છે. દરરોજ ખુલ્લી ગટરથી ત્રણ-ચાર વ્યક્તિને ફ્રેક્ચર થઈ જાય છે. આવી પીડા થાય ત્યારે કેમ તંત્ર જાગતું નથી ? વિપુલભાઈ અગોલાએ જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલાં સોસાયટીની સર્વ સંમતિથી ગેઇટ બનાવવાનું નક્કી  થયું ત્યારે કોઈને પણ વાંધો ન હતો અને હવે નગરપાલિકા ગેઇટ તોડી નાખે તો આમારે શુ સમજવું ? બીજા ગેરકાયદે દબાણ ઘણા હોય તેને કઈ થતું નથી. ગટર ખુલ્લી હોય તેના કોઈ કામો થતા નથી. આ ગેઇટ નડતરરૂપ પણ ન હતો છતાં તોડી નાખ્યો છે. 80 ફૂટનો રોડ નક્કી થયો પછી આ ગેઇટ બન્યો હતો. એક બાજુ તંત્ર જે કામ કરવાનું છે એ કરતું નથી અને નથી કરવાનું કામ કરે છે તેનાથી તંત્ર શુ સાબિત કરવા માંગે છે? તેમ કહી મોટી સંખ્યામાં લોકોએ નગરપાલિકા અને બાબુલાલ હાય હાય ના નારા લગાવ્યા હતા.