Thursday - May 07, 2026

માળીયા મીયાણાના બગસરા ગામની અધિકારીએ કરી મુલાકાત.

માળીયા મીયાણાના બગસરા ગામની અધિકારીએ કરી મુલાકાત.

બગસરામાં ચાદીપુરાનો ફેલાવો નો થાય તે માટે સ્વછતા જાળવણી કરવાની તાકીદ કરી

બગસરા ગામની મુલાકાતમાં અધિકારી સમક્ષ ગ્રામજનોએ સમસ્યાઓનો ઢગલો ખડકી દીધો

મોરબી : ‌મોરબી જીલ્લા વહીવટી તંત્રએ માળીયા મી તાલુકાના બગસરા ગામે મુલાકાત કરી હતી
ગામ પંચાયત કચેરી ખાતે સમસ્યા વિશે માહિતી સાંભળી હતી અને બગસરા પ્રાથમિક શાળા ની તેમજ આંગણવાડી ની મુલાકાત કરી હતી. અધિકારી એ ચાદીપુરા વાઈરસ નો ફેલાવો નો થાય તે માટે સ્વછતા જાળવણી કરવી અને પાણી ભરેલા ખાડા માં ભુકી નાખી દેવા સુચનો આપ્યા હતા.

ગામ પંચાયત દ્વારા તેમજ ગામના અગ્રણીએ તંત્રને  અનેક  રજુઆત કરીને  સમસ્યાઓ નો ઢગલો ખડકી દીધો હતો. જેમાં પીવાનુ પાણી પુરતુ આવતું નથી. ભાવપરથી બગસરા ગામને જોડતો રસ્તા ભયંકર હાલત અને ખાડા પડી ગયા છે.ગામના વિધાર્થીઓને આગળ અભ્યાસ કરવા માટે તેમના સમયે એસ ટી બસની સુવિધા આપવામા આવે, ગામમાં જુની જર્જરીત પાણીના સંપ અને ઊચી ટાંકી છે, ગામમાં વીજતંત્ર દ્વારા નીયમીત વિજળી મળતી નથી અને રજુઆત કરવા છતાં પી જી વી સી એલ કચેરી પીપળીયા દ્વારા ગામ માં શાળા ઉપર ખુલા તાર અને પ્લોટ વિસ્તાર માં નવા પોલ નાખવા અને જર્જરીત પોલ બદલાવવામા આવે,  બગસરા ગામ પંચાયતની હદમાં આવતી સરકારી પડતર ખરાબા અને ગોચરમાં મીઠા ઉદ્યોગપતિ દ્વારા  પોતાના અંગત સ્વાર્થ માટે મંજૂરી વગર રસ્તા બનાવી લીધેલા છે તેમના મીઠા ભરેલા ટ્રકો ચલાવવા માટે ઓવરલોડ ભારે વાહનો અને તાલપત્રી વગર ચાલતા હોય તે બંધ કરવામાં આવે , બગસરા ગામની હદમાં સરકારી જમીન હોય કે ખરાબાની જમીન કે પછી ગોચરની જમીન માં મીઠા ઉદ્યોગપતિ દ્વારા ગેરકાયદેસર રીતે કબજા કરી દબાણ દૂર કરવા અનેક રજૂઆતો કરી પણ કોઈ કાર્યવાહી આજ દિન સુધી થયેલ નથી. બગસરા અને ભાવપરના હોકળાનું પાણી નિકાલ માટે મીઠા ઉદ્યોગપતિ દ્વારા મોટા પાળા બનાવીને પાણીનો નિકાલ માટે અવરોધ ઊભો થાય તેમ છે,ગામજનોને મોબાઈલ ઈન્ટરનેટની સેવા પુરતી મળતી નથી. ગામ સભામાં થયેલા ઠરાવોની કોઈ લાગુ પડતાં તંત્ર અમલ કરતા નથી.