Wednesday - Jul 01, 2026

સંસ્થાનું સ્તુત્ય પગલું : આર્થિક રીતે નબળા વિધાર્થીને MBA ના અભ્યાસ માટે સહાય કરી

સંસ્થાનું સ્તુત્ય પગલું : આર્થિક રીતે નબળા વિધાર્થીને MBA ના અભ્યાસ માટે સહાય કરી

મોરબી : મોરબીમાં અનેક એનજીઓ લોકોને દરેક રીતે મદદરૂપ થવા ખડેપગે. રહે છે. ત્યારે વધુ એક સંસ્થા એટલે મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી નામની સંસ્થા ખરા અર્થમાં સમાજના સારથી બનીને સામે આવી છે. આમ તો ઘણા વિદ્યાર્થીઓ આર્થિક રીતે નબળી પરિસ્થિતિ હોવાથી ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી જતા હોય છે. પણ આજના જમાનામાં શિક્ષણ ખૂબ જ મહત્વનું હોવાથી દરેક વિદ્યાર્થીઓને કપરી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે સરકારની સાથે હવે સંસ્થાઓએ મદદરૂપ બને છે. જેમાં સેવાના અનેક કાર્યો કરતી, મહિલાઓ દ્વારા સંચાલિત મોરબીની સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા એક વિદ્યાદાન સમો અનુપમ સેવાયજ્ઞ હાથ ધરવામાં આવ્યો હતો. એક વિદ્યાર્થી જેને એમ.બી.એ. (MBA) અભ્યાસ કરવા માટે લાયકાત સાથેની તૈયારી હતી પણ તેની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે અભ્યાસ આગળ કરવો મુશ્કેલ બન્યો હતો, એવા સમયે આ સંસ્થાએ તમામ ભેદભાવ ભૂલી માત્ર વિદ્યાર્થીની કારકિર્દીને લક્ષમાં રાખી તેનો સહારો બની વિદ્યાર્થીની ફી ભરવાની જવાબદારી ઉપાડી લીધી છે.

ફોટા - રવિ બરાસરા