Wednesday - Jul 01, 2026

ઘુટું ગામની પાસે ગૌરક્ષકોએ કતલખાને ધકેલાતા 10 અબોલજીવોને બચાવ્યા

ઘુટું ગામની પાસે ગૌરક્ષકોએ કતલખાને ધકેલાતા 10 અબોલજીવોને બચાવ્યા

મોરબી : મોરબી ગૌરક્ષક, અખિલ ગૌસંવર્ધન પરિષદ તથા હિન્દુ યુવા વાહિનીની બાતમીના આધારે વોચ ગોઠવતા ઘુટું ગામની પાસે બોલેરો ગાડી ઊભી રખાવતા તેમાંથી 10 ઘેટાઓ કુરતા પૂર્વક બાંધેલી હાલતમાં જોવા મળ્યા હતા. આથી આ બોલેરો ગાડીમાં રહેલા શખ્સોને પૂછપરછ કરતા તેમણે આ અબોલજીવોને કતલ કરવાના ઇરાદે કતલખાને લઈ જઈ રહ્યા હતા અને આ ઘેટા હળવદના મેરુપર ગામમેથી ભરીને કતલખાને લઈ જતા હતા.આથી ગૌરક્ષકોએ અબોલ જીવો સહિત તમામ મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસને હવાલે કરતા પોલીસે એક ગાડી કબ્જે કરી ૩ શખ્સોની સામે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હોવાનું ગૌરક્ષક દળ ગુજરાત રાજ્ય મોરબી ટીમએ જણાવ્યું હતું.

ઘુટું ગામની પાસે ગૌરક્ષકોએ કતલખાને ધકેલાતા 10 અબોલજીવોને બચાવ્યા
ઘુટું ગામની પાસે ગૌરક્ષકોએ કતલખાને ધકેલાતા 10 અબોલજીવોને બચાવ્યા