Sunday - Nov 01, 2026

મોરબીનું ગૌરવ: CBSE રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં મોરબીના ત્રણ ઉભરતા સિતારાઓની પસંદગી

મોરબીનું ગૌરવ: CBSE રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં મોરબીના ત્રણ ઉભરતા સિતારાઓની પસંદગી

મદુરાઈ ખાતે સંપન્ન થયેલી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ બાદ ત્રણેય ખેલાડીઓને 70મી SGFI અંડર-19 સ્પર્ધા માટે મળી તક

મોરબી: તમિલનાડુના મદુરાઈ શહેરમાં 21 થી 30 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાયેલી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) રાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધાનું સફળતાપૂર્વક સમાપન થયું છે. આ સ્પર્ધામાં આઠ ઝોનની સાથે સાથે ઓમાન અને દુબઈની આંતરરાષ્ટ્રીય ટીમોએ પણ ભાગ લીધો હતો, જેમાં કુલ 34 મેચો રમાઈ હતી.

આ સ્પર્ધાના સમાપન બાદ આગામી 11 થી 17 નવેમ્બર 2026 દરમિયાન મધ્યપ્રદેશના નરસિંહપુરમાં યોજાનારી 70મી સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SGFI) નેશનલ અંડર-19 ક્રિકેટ ચેમ્પિયનશિપ માટે CBSE ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ ટીમમાં ગુજરાતના મોરબીમાંથી ત્રણ પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી થઈ છે.
પસંદગી પામેલા ખેલાડીઓમાં દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ (મોરબી)ના વિદ્યાર્થીઓ અંશ ભાકર અને પ્રણવ જોષી તેમજ નાલંદા વિદ્યાલય (મોરબી)ના વિદ્યાર્થી યક્ષ ગોધાણીનો સમાવેશ થાય છે. આ ત્રણેય ખેલાડીઓ છેલ્લા ઘણા સમયથી 'ધ રોર ક્રિકેટ ક્લબ' ખાતે પ્રોફેશનલ ક્રિકેટ તાલીમ લઈ રહ્યા છે.

આ ઐતિહાસિક સિદ્ધિ અંગે અંડર-19 ટીમના મુખ્ય કોચ, દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના ઓવરઓલ ઈન્ચાર્જ અને ધ રોર ક્રિકેટ ક્લબના ડિરેક્ટર ડૉ. અલી ખાને જણાવ્યું હતું કે, આ પસંદગી ખેલાડીઓની સખત મહેનત, સમર્પણ, શિસ્ત અને સતત પ્રયત્નોનું પરિણામ છે.

ટીમ મેનેજર તરીકે મદુરાઈમાં ઉપસ્થિત રહેલા નાલંદા વિદ્યાલયના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના હેડ રાજ નારાયણ દ્વિવેદીએ પણ તમામ પસંદગી પામેલા ખેલાડીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.

આ ઉપરાંત, દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ, મોરબીના આચાર્ય અરવિંદ કુમારે આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ત્રણેય ખેલાડીઓ, તેમના વાલીઓ અને કોચિંગ સ્ટાફને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.

હવે આ ત્રણેય યુવા ખેલાડીઓ 11 થી 17 નવેમ્બર દરમિયાન મધ્યપ્રદેશના નરસિંહપુરમાં યોજાનારી 70મી SGFI નેશનલ ક્રિકેટ ચેમ્પિયનશિપમાં CBSE ટીમ વતી પોતાની રમતનું શાનદાર પ્રદર્શન કરશે.

મોરબીનું ગૌરવ: CBSE રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં મોરબીના ત્રણ ઉભરતા સિતારાઓની પસંદગી
મોરબીનું ગૌરવ: CBSE રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં મોરબીના ત્રણ ઉભરતા સિતારાઓની પસંદગી
મોરબીનું ગૌરવ: CBSE રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં મોરબીના ત્રણ ઉભરતા સિતારાઓની પસંદગી