Sunday - Nov 01, 2026

37 વર્ષની પોલીસ સેવા બાદ PSI એચ.વી. સોમૈયા વયનિવૃત્ત, મોરબી જિલ્લા પોલીસ દ્વારા સન્માન સાથે વિદાય

કોન્સ્ટેબલ તરીકે કારકિર્દી શરૂ કરી કચ્છ, રાજકોટ અને મોરબીમાં વિવિધ સ્થળોએ બજાવી હતી ફરજ

મોરબી : મોરબી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.વી. સોમૈયા 37 વર્ષની લાંબી પોલીસ સેવા પૂર્ણ કરી વયનિવૃત્ત થતાં મોરબી જિલ્લા પોલીસ દ્વારા તેમના સન્માનમાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં યોજાયેલા સમારંભમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ તેમની સેવાકીય કામગીરીને યાદ કરી સન્માનભેર વિદાય આપી હતી.

એચ.વી. સોમૈયાએ વર્ષ 1990માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પોલીસ સેવાના વર્ષો દરમિયાન તેમણે કચ્છ જિલ્લાના મુન્દ્રા, અંજાર, ભુજ અને આડેસર સહિતના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવી હતી. ત્યારબાદ રાજકોટમાં તાલુકા પોલીસ સ્ટેશન અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે પણ પોતાની સેવાઓ આપી હતી. લાંબી પોલીસ કારકિર્દી દરમિયાન વિવિધ જવાબદારીઓ નિભાવ્યા બાદ તેઓ મોરબી ટ્રાફિક શાખામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. વિદાય સમારંભમાં મોરબી ટ્રાફિક શાખાના PI એચ.વી. ઘેલા, ટ્રાફિક PSI ડી.બી. ઠક્કર સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ એચ.વી. સોમૈયાની 37 વર્ષની સેવાકીય સફરને બિરદાવી નિવૃત્ત જીવન સુખમય, નિરોગી અને દીર્ઘાયુ બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.