હળવદ : હળવદ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. તેથી હળવદ નગરપાલિકાના હોદેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે. હળવદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની મળેલી બેઠકમાં નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામની પસંદગી કરવામાં આવી છે. જેમાં હળવદ નગરપાલિકાના પ્રમુખ તરીકે ફોરમબેન રાવલ અને ઉપ પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે.