મોરબી : હળવદ તાલુકાના ઇંગોરાળા ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલ માળીયા બ્રાન્ચમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. આશરે ૪૫ થી ૫૦ વર્ષની ઉંમરના આ અજાણ્યા પુરુષે કાળા કલરનું પેન્ટ તથા બ્લુ, કાળી અને સફેદ ચેકસવાળો તૂટી ગયેલ શર્ટ પહેરેલ છે.
ખાંભાવાળીના નાળા પાસે પાણીની કેનાલમાં લાશ તરતી હોવાની જાણ થતાં ઇંગોરાળાના ખેડૂત ઉપેન્દ્રભાઇ વસંતભાઇ ખાંડીવાર દ્વારા હળવદ પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. આ વ્યક્તિનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાની પ્રાથમિક વિગતોના આધારે એ.એમ.ઝાપડીયા પો.હેડ કોન્સે અકસ્માતે મોતની નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા સહિતની આગળની તપાસ હાથ ધરી છે.