મોરબી : માળિયા મિયાણા પોલીસે ખીરઇ ગામ નજીક બે સ્થળોએથી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ બે શખ્સો સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા મીયાણા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન ખીરઇ ગામના પાણીના સંપની પાછળ આવેલ તલાવડીના કાંઠેથી ચાલુ હાલતની ભઠ્ઠી તથા દેશીદારૂ લીટર ૨૬૦ તથા દેશીદારૂ બનાવવાનો આથો લીટર ૨૨૦૦ મળી કુલ કિ રૂ ૧,૦૨,૬૫૦/- નો મુદામાલ ઝડપી લીધો છે. આ મામલે યુસુફભાઇ ઉર્ફે ભાણો અલ્લારખાભાઈ સંધવાણી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
બીજા બનાવમાં પોલીસે ખીરઇ ગામની સીમમાં ખારી તલાવડી તરીકે ઓળખાતી તલાવડીના કાંઠે ચાલતી દેશીદારૂની ભઠ્ઠી પકડી દેશીદારૂ લીટર-૧૦૫ કિ.રૂ.૨૧,૦૦૦/-, આથો લીટર-૪૦૦૦ કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧.૨૧,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. આ મામલે અનવર ઉર્ફે અનુ હશનભાઈ ભટ્ટી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.