Saturday - May 16, 2026

વાંકાનેરમાં ઇન્સ્ટાગ્રામમાં હથિયાર સાથેનો ફોટો અપલોડ કરી સીન સપાટા કરનારને કાયદાનું ભાન કરાવ્યું

વાંકાનેરમાં ઇન્સ્ટાગ્રામમાં હથિયાર સાથેનો ફોટો અપલોડ કરી સીન સપાટા કરનારને કાયદાનું ભાન કરાવ્યું

આરોપીની સાથે હથિયારનો પરવાનો ધરાવતા તેના કાકા સામે પણ એસઓજઈએ કાર્યવાહી કરી

વાંકાનેર : વાંકાનેરમાં ઇન્સ્ટાગ્રામ આઇડીમાં પરવાનાવાળા હથિયાર સાથેનો ફોટો અપલોડ કરનાર શખ્સ અને પરવાનો ધરાવતા તેને કાકાને એસઓજીની ટીમે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરમાં ઇન્સ્ટાગ્રામમાં હથિયાર સાથેનો ફોટો અપલોડ કરી સીન સપાટા કરનારને કાયદાનું ભાન કરાવ્યું

ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. mr_durvesh 12માં બારબોર ડબલ બેરલ હથિયાર સાથેના ફોટા અપલોડ થયા હોય, જેની એસઓજીએ તપાસ ચલાવી દુર્વેશ મહેબુબભાઈ માથકીયા નામના શખ્સને ઝડપી લીધો હતો. તેની પુછપરછ કરતા આજથી આશરે બે વર્ષ પહેલા રાણેકપર ગામે રહેણાક મકાને તેના કાકા અલ્તાબભાઈ હુશેનભાઈ માથકીયાના પાક સંરક્ષણ લાયસન્સ વાળા હથિયાર સાથેનો ફોટો પાડી પોતાના ઇન્સ્ટગ્રામ આઇડીમાં પોસ્ટ કર્યો હોવાનું જણાવ્યું હતું. જેથી એસઓજીએ પરવાનેદાર સામે પણ વાંકાનેર સિટી પોલીસ મથકે ગુનો દાખલ કરાવી હથિયાર કબ્જે લઈ બન્નેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.