Saturday - May 16, 2026

મોરબીના લાતીપ્લોટમાં 400 લીટર દેશી દારૂ સાથે કાર ઝડપાઇ, આરોપી નાસી છૂટ્યો

મોરબીના લાતીપ્લોટમાં 400 લીટર દેશી દારૂ સાથે કાર ઝડપાઇ, આરોપી નાસી છૂટ્યો

મોરબી : મોરબી શહેરના લાતી પ્લોટ 2 વિસ્તારમાં નકુમ એન્જીનીયરીંગ વર્ક્સના ડેલા સામેથી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે બાતમીને આધારે દરોડો પાડી જીજે - 27 - ઇબી - 3460 નંબરની સ્વીફ્ટ કાર રેઢી હાલતમાં પડી હોય ચેક કરતા કારમાંથી 400 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 80,000 મળી આવતા 5 લાખની કાર સહિત રૂ.5.80 લાખનો મુદ્દામાલ કબ્જે કરી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં કાર નંબરના આધારે કાર ચાલક - માલિક વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.