મોરબી:- મોરબી જિલ્લામાં પોલીસની વિવિધ ટીમ દ્વારા દેશી દારૂનો વેપલો ચલાવતા અનેક 34 જેવા ધંધાર્થી ઉપર ધોસ બોલાવી હતી. જેની પ્રોબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી,
24 કલાક માં પોલીસે કાર્યવાહી કરી.
છેલ્લા 24 કલાકમાં તાલુકા પોલીસે ધુળકોટ નાગડાવાસ મકનસર રફાળેશ્વર સહિતના ગામોમાં 16 કેસ કર્યા.
મોરબી જિલ્લામાં દેશી દારૂનું દુષણ ખુબ વધી રહ્યું છે તેવી અનેક ફરિયાદો અને લોક મુખે સાંભળતા હોય જેથી દેશી દારૂના દુષણને ડામવામાટે સીટી એ ડિવિઝન પોલીસે 4 કેસ સીટી બી ડિવિઝને પોલીસે 4 કેસ, અને માળીયા મિયાણા પોલીસે 3 કેસ સાથે વાંકાનેર પોલીસે 1 કેસ ને ટંકારા પોલીસે 2 કેસ હળવદ પોલીસે 4 કેસ અને મોરબી તાલુકા પોલીસે 16 કેસ કર્યા ના સમાચાર મળ્યા છે.
જેમાં 24 કલાકમાં તાલુકા પોલીસે ધુળકોટ નાગડાવાસ મકનસર રફાળેશ્વર સહિતના ગામોમાં એક એક ધંધાર્થી પર તવાઈ બોલાવી હતી,