Tuesday - Aug 25, 2026

હળવદમાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી બિયર ભરેલી કાર ઝડપી

હળવદમાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી બિયર ભરેલી કાર ઝડપી

હળવદના ડુંગરપુરથી રણજીત ડાયા કોળી નામનો શખ્સ સ્કોર્પિયો કારમાં બીયરના જથ્થાની હેરાફેરી કરતો હોય અને હળવદના ઓડ ગામ પાસેથી પસાર થવાનો હોય તેવી નક્કર બાતમી આધારે હળવદ પોલીસ સ્ટાફે વોચ ગોઠવી હતી પણ એક નંબર પ્લેટ વિનાની સ્કોર્પિયો કાર પસાર થતા રોકવા સુચના આપવા છતાં પુર ઝડપે પસાર થઈ જવાથ પોલીસે તેનો પીછો કર્યો હતો આ દરમિયાન અચાનક સ્કોર્પિયો કાર બેકાબુ બની રોડ નીચે ઉતરી ગઈ હતી એન પલટી મારી ગઈ હતી પોલીસનો પીછો થતો જોઈ કાર સવાર ભાગી ગયો હતો જેથી પોલીસે તેની તલાસી લેતા તેમાંથી 60 જેટલી બીયર જથ્થો મળી આવ્યો હતો પોલીસે બીયર અને સ્કોર્પિયો કાર સહીત 10,06000નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે