Saturday - Apr 18, 2026

મોરબીમાં પોલીસ અને પત્રકારો સાથે ગરબે ઘૂમ્યા

મોરબીમાં પોલીસ અને પત્રકારો સાથે ગરબે ઘૂમ્યા

મોરબી : મોરબી તાલુકા પોલીસ લાઈનમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગઈકાલે પત્રકારો મહેમાન બન્યા હતા. આ નવરાત્રી મહોત્સવમાં પહેલા સમગ્ર પોલીસ સ્ટાફ અને પત્રકારોએ સાથે મળીને માઁ જંગદબાની આરતી કરી હતી. બાદમાં પત્રકારો અને પોલીસ સ્ટાફ મળીને રાસ ગરબે ઘૂમ્યા હતા. વ્યવસાયને કારણે એકબીજાના વિરોધાભાસ રહેતા પોલીસ અને પત્રકારો સાથે મળીને રાસ ગરબે ધૂમવાથી એકબીજાના પૂરક બન્યા હતા અને બન્ને વચ્ચે મૈત્રીપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. પત્રકારો અને પોલીસ સ્ટાફ એકબીજાની નજીક આવી અદભુત રીતે રાસ ગરબા રમીને જીવનના દરેક તબબકે હકારાત્મક જીવન શૈલી જીવવાના માતાજી પાસે આર્શિવાદ મેળવ્યા હતા. આ તકે એસપી રાહુલ ત્રિપાઠી અને ડીવાયએસપી ઝાલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીમાં પોલીસ અને પત્રકારો સાથે ગરબે ઘૂમ્યા
મોરબીમાં પોલીસ અને પત્રકારો સાથે ગરબે ઘૂમ્યા