ઇન્ટરનેશનલ ફ્લાઈટ લંડન જતી વખતે ટેક ઓફ કર્યાની મિનિટમાં જ રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું, હાલ રાહત અને બચાવનું યુદ્ધના ધોરણે ચાલતું કાર્ય
મોરબી : અમદાવાદમાં આજે બપોરે પ્લેન ક્રેશની મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં એક પ્લેન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. હાલ રેસ્ક્યુ ઓપરેશન પુરજોશમાં ચાલી રહ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. જો કે પ્લેનમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ સવાર હતા. તેઓ લંડન તેમની દીકરીને મળવા જતા હોવાની માહિતી સામે આવી છે.
અમદાવાદના મેઘાણી નગરમાં પેસેન્જર ભરેલું એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે. પ્લેનમાં ક્રુ મેમ્બર સાથે 242 જેટલા પ્રવાસીઓ હોવાનું સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલમાં જણાવાયુ છે. આ પ્લેન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. પ્લેન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયા બાદ દૂર દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દુર્ઘટનામાં મોટી જાનહાની સર્જાઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે.આ પ્લેનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હોવાની માહિતી મળી છે. જો કે ગુજરાત અને સમગ્ર દેશ માટે આ આઘાતજનક દુર્ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે તેની નક્કર વિગતો હજુ સુધી ચાલે આવી નથી. હાલ યુદ્ધના ધોરણે રાહત અને બચાવનું કાર્ય ચાલી રહ્યું છે. પણ અનેકના મૃતદેહો બળીને ભડથું થઈ ગયા છે. એટલે મૃત્યુ આંક ખૂબ જ મોટો થવાની દહેશત છે. હાલ તમામ સરકારી તંત્ર, સંલગ્ન વિભાગો અને સરકાર ધાયલોને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યું છે.