સ્વચ્છતા અભિયાન સમિતિ અને નીલકંઠ સ્કૂલના બાળકો દ્વારા સ્વચ્છતા જાગૃતિ અભિયાન ચલાવાયું
મોરબી : જ્યારે મોરબીને મહાનગર તરીકે જાહેર કરાયું છે. ત્યારે આજ રોજ મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા નીલકંઠ સ્કૂલથી સ્વાગત ચોકડી સુધી સ્વચ્છતા જાગૃતિ અભિયાન ચલાવાયું હતું. જેમાં સ્કૂલના બાળકો અને સભ્યો દ્વારા દુકાને દુકાને જઈ કાપડની થેલી આપી પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવાની સમજ આપવામાં આવી હતી.
તેમજ રવાપર રોડની 300 દુકાન ધારકોને કચરા પેટી રાખવા અને કચરો પેટીમાં જ નાખવાની સમજ આપવામાં આવી. અને વિના મૂલ્યે 300 કાપડની બેગનું વિતરણ કરવામાં આવ્યું. મોરબી મહાનગર બન્યું છે ત્યારે હવી મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા આવનારા દિવસોમાં અભિયાનને વધુ વેગવાન બનાવવામાં આવશે. અને વધુને વધુ કાપડની બેગ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે