Tuesday - Jul 07, 2026

માળીયાના વીરપરડા ગામના લોકોનો બળાપો, પડીકા ખાઈને દિવસો કાઢવા પડે તેવી પરિસ્થિતિ

માળીયાના વીરપરડા ગામના લોકોનો બળાપો, પડીકા ખાઈને દિવસો કાઢવા પડે તેવી પરિસ્થિતિ

મોરબીના માળીયા પંથકમાં ભારે વરસાદથી લોકોની હાલત ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી. ગામલોકોએ એવો બળાપો ઠાલવ્યો હતો કે, માળીયાના ગ્રામ્ય વિસ્તારોમાં અને ખાસ તેમના ગામમાં 12 ઈંચ જેવો વરસાદ પડ્યો હતા. ખેતરોમાં પાણી ભરાયા છે. કપાસ સહિતનો પાક બળી ગયો છે.ઘરમાં પણ ઢીંચણ સમાણા પાણી ભરાયા હતા. ઘરમાં સાતમ આઠમ માટે રાખેલા થેપલા, લાડવા પણ પલળી ગયા છે. માલઢોરને પણ ખુલ્લામાં બેસવું પડે તેવી સ્થિતિ છે. ગામમાં હજુ પણ ચારેકોર પાણી પાણી છે. ક્યાંય પણ પગ મુકાય એવું નથી. ચારેકોર પાણીને કારણે ગામલોકો મુશ્કેલીમાં મુકાયા છે. નેતાઓના દાવાઓને પોકળ ઠેરવી રાહત અને બચાવની કોઈ કામગીરી કરી ન હોય તેમજ નેતાઓ માત્ર દભ કરતા હોવાનો કટાક્ષ કરીને પડીકા ખાઈને દિવસો ગુજારવા પડે તેવી હાલત હોવાની હૈયાવરાળ ઠાલવી હતી.

માળીયાના વીરપરડા ગામના લોકોનો બળાપો, પડીકા ખાઈને દિવસો કાઢવા પડે તેવી પરિસ્થિતિ