Monday - Aug 24, 2026

મોરબીના સામાકાંઠા વિસ્તારોના લોકોએ રાજકોટના અગ્નિકાંડના મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

મોરબીના સામાકાંઠા વિસ્તારોના લોકોએ રાજકોટના અગ્નિકાંડના મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

મોરબી વોર્ડ નં 4માં આવેલ સોઓરડી વિસ્તારમાં દરેક જ્ઞાતિના આગેવાનો અને કાર્યકરો દ્વારા રાજકોટ ખાતે ગોઝારા અગ્નિકાંડમાં જીવતા ભુજાયેલા સદગત આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અપૅ તેવી પ્રાથૅના શ્રદ્ધાજલી આપવામાં આવી હતી અને સોઓરડી વિસ્તાર ખાતે શોક સભામાં સ્થાનિક અગ્રણી જ્યોતિસિહ જાડેજા, મોરબી નગરપાલિકાના વોર્ડ નં 4ના પુવૅ કાઉન્સિલરો મનસુખભાઇ બરાસરા, ગીરીરાજસીહ ઝાલા, જશવંતીબેન શિરોહીયા, મનીષાબેન સોલંકી, સુરેશભાઈ શિરોહીયા, રમેશભાઇ ભરવાડ, હષૅદભાઇ વામજા, ગોકળભાઇ ભોરણીયા, રાધવજીભાઇ વાધાણી, કાન્તીભાઈ કણસાગરા, હરીભાઇ રાતડીયા, સાહુલભાઇ અંદોદરીયા, ગીરધરભાઇ પટેલ, ભીખાભાઈ સોલંકી, દામજીભાઈ બોપલીયા, રમણીકભાઇ બરાસરા, રવીભાઇ જોશી સહિતના આ વિસ્તારના તમામ સમાજના આગેવાનોએ બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.