Sunday - Sep 27, 2026

દારૂના ગુનામાં સંડોવાયેલા કચ્છના શખ્સને મોરબી પોલીસે પાસા હેઠળ સુરતની લાજપોર જેલમાં ધકેલ્યો

દારૂના ગુનામાં સંડોવાયેલા કચ્છના શખ્સને મોરબી પોલીસે પાસા હેઠળ સુરતની લાજપોર જેલમાં ધકેલ્યો

જામીન પર મુક્ત થતાં જ આરોપીને ઝડપી લઈ સુરતની લાજપોર જેલમાં મોકલી દીધો

મોરબી  : મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ કચ્છના બુટલેગરને મોરબી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાસા હેઠળ ડીટેઈન કરી સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.

મોરબી એલ.સી.બી. પોલીસ દ્વારા પ્રોહીબીશનની અસામાજિક પ્રવૃત્તિ આચરતા બુટલેગર સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે દારૂના ગુનામાં સંડોવાયેલા દિપેશ ઉર્ફે રાહુલ પટેલનું લાજપોર મધ્યસ્થ જેલ સુરતનું પાસા વોરંટ ઈસ્યુ કર્યું હતું.

દારૂના ગુનામાં સંડોવાયેલા કચ્છના શખ્સને મોરબી પોલીસે પાસા હેઠળ સુરતની લાજપોર જેલમાં ધકેલ્યો

આ ઈસમ ગળપાદર જેલમાં જામીન મુક્ત થતાં જ મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડના પોલીસ અધિકારી તથા સ્ટાફ દ્વારા તેને સત્વરે અટકાયતમાં લેવામાં આવ્યો હતો. આરોપીને મોરબી એલ.સી.બી. કચેરી ખાતે લાવી તારીખ 25ના રોજ પાસા એક્ટ હેઠળ ડીટેઈન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે કરવામાં આવ્યો છે.