Friday - May 01, 2026

વાંકાનેરમાં દોઢ વર્ષ પહેલાં લગ્ન કરનાર પરિણીતાએ એસિડ પીધું

વાંકાનેરમાં દોઢ વર્ષ પહેલાં લગ્ન કરનાર પરિણીતાએ એસિડ પીધું

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર સ્ટેલીન સ્ટેશનરી સામે કોલોનીમાં રહેતા જ્યોતિબેન રૂપેશભાઈ યાદવ ઉ.23 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લેતા પ્રથમ વાંકાનેર સિવિલ બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામા આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં પરિણીતાના દોઢ વર્ષ પૂર્વે જ લગ્ન થયા હોવાનું સામે આવતા નાયબ પોલીસ અધિક્ષક દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.