Saturday - May 16, 2026

મોરબીના બેલા નજીક કારખાનામાં પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મોરબીના બેલા નજીક કારખાનામાં પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મોરબી : મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ ખોખરા હનુમાનજી મંદિર રોડ પર આવેલ ગેમ્સઝોન સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા કર્માબેન બબલુભાઈ વસુનિયા ઉ.20 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના બે વર્ષ પૂર્વે જ લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.