Monday - Apr 27, 2026

મોરબીના બૌદ્ધનગરમાં પરિણીતાએ ગળેફાંસો ખાધો

મોરબીના બૌદ્ધનગરમાં પરિણીતાએ ગળેફાંસો ખાધો

મોરબી : મોરબી શહેરના નજરબાગ રેલવે સ્ટેશન નજીક આવેલ બૌદ્ધનગરમાં રહેતા હેતલબેન ઉર્ફે હીનાબેન અશોકભાઈ સોલંકી ઉ.25 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હીનાબેનના ચાર વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે.