ભાદરવો મહિનો અને એમાંય ભાદરવી પૂનમ એટલે શ્રી અંબાજી માતાજીનાં મંદિરે પગે ચાલીને માતાજીનાં ચરણમા શિસ જુકાવા માટેનો દિવસ ગણાય છે. માઇ ભક્તો ભાદરવા સુદ પૂનમનાં રોજ આખા ગુજરાતમાંથી શા માટે અંબાજી જાય છે, તો આસો સુદ એકમથી માતાજીની નવરાત્રી શરૂ થાય છે. માટે માઇ ભક્તો માતાજીના દર્શન કરીને પોતાને ત્યાં નવરાત્રીમા માતાજીને પધારવા માટે આમંત્રણ આપવા માટે અંબાજી જાય છે.
મોરબીથી અંબાજી માટે દર વર્ષે શ્રી અંબિકા પદયાત્રા સંઘનું સુરેશભાઈ મોહનભાઈ નાગપરા છેલ્લા ૨૫ વર્ષથી આયોજન કરે છે. દર વર્ષે અંદાજિત ૧૫૦થી ૧૭૫ ભાઈઓ આં સંઘમાં જોડાય છે. નવ દિવસે ચાલીને આં સંઘ અંબાજી માતાજીના મંદિરે પહોંચી જાય છે.આં સંઘ શ્રી અંબાજી માતાજીનાં દર્શન કરીને બાવન ગજની ધજાજી ચડાવે છે. વચ્ચે શ્રી બહુચરાજી માતાજીનું મંદિર આવે ત્યાં પણ બાવનગજની ધજાજી ચડાવે છે.આં સંઘમાં દરેક ગામ અને દરેક કોમનાં માણસો. જોડાય છે. આ સંઘનું સફળ સંચાલન સુરેશભાઈ મોહનભાઈ નાગપરા કરે છે. તો આ વર્ષે પણ તાં ૧૮.૯.૨૩ને બપોરે ૧૨.૩૦ કલાકે તેમના નિવાસસ્થાને સ્કાય ટાવર આલાપ રોડ મોરબીથી મોરબીથી આબાજી સુધીની પદયાત્રા રવાના થશે.તેથી સર્વે મોરબીની ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપવામા આવ્યું છે.