Wednesday - Aug 26, 2026

મોરબીની ન્યુમિસમેટિક ક્લબ દ્વારા પદ્મશ્રી હાજી રમકડું અને લોકસાહિત્યકાર જીલુદાન ગઢવીનું સન્માન

મોરબીની ન્યુમિસમેટિક ક્લબ દ્વારા પદ્મશ્રી હાજી રમકડું અને લોકસાહિત્યકાર જીલુદાન ગઢવીનું સન્માન

જુનાગઢ: સમાજસેવા અને લોકસંસ્કૃતિના ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વિશેષ વ્યક્તિઓને બિરદાવવા માટે મોરબી ન્યુમિસમેટિક ક્લબ દ્વારા વિશેષ સન્માન સ્વરૂપે "કોમ્યુનિટી કોન્ટ્રીબ્યુશન એવોર્ડ" આપવામાં આવે છે.

જે અંતર્ગત ગતરોજ જૂનાગઢ શહેર ખાતે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર સમારોહ પરમ પૂજ્ય પીર યોગી મહંત શ્રી શેરનાથબાપુના પાવન સાનિધ્યમાં યોજાયો હતો.

આ પ્રસંગે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત એવા લોકસંસ્કૃતિના સંવર્ધક અને 'હાજી રમકડું' તરીકે જાણીતા પદ્મશ્રી હાજી મીર કાસમ અને ગુજરાતની ભજન પરંપરાને જીવંત રાખનાર પ્રખર ભજનિક જિલુદાનજી ગઢવીને આ પ્રતિષ્ઠિત એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

મોરબીની ન્યુમિસમેટિક ક્લબ દ્વારા પદ્મશ્રી હાજી રમકડું અને લોકસાહિત્યકાર જીલુદાન ગઢવીનું સન્માન

મોરબી ન્યુમિસમેટિક ક્લબ વતી એડવોકેટ મિતેષ ડી. દવે, એડવોકેટ દર્શન ડી. દવે અને યુવા લેખક પરમ જોલાપરાની હાજરીમાં આ સન્માન પત્ર અને સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવ્યા હતા.

આ તકે મહંત શેરનાથબાપુએ બંને મહાનુભાવોના સમાજ અને સંસ્કૃતિ પ્રત્યેના યોગદાનને બિરદાવ્યું હતું અને મોરબી ન્યુમિસમેટિક ક્લબની આ સેવાકીય પ્રવૃત્તિને આશીર્વાદ પાઠવ્યા હતા. ક્લબના સભ્યોએ જણાવ્યું હતું કે, આવા સમાજ રત્નોને સન્માનિત કરવા એ જ અમારી સંસ્થાનું ગૌરવ છે.