Thursday - Oct 22, 2026

મોરબીમાં નવરાત્રિના રૂ.30.60 લાખના નફામાંથી શહીદ પરિવારોને રૂ.28 લાખની સહાય અર્પણ

મોરબીમાં નવરાત્રિના રૂ.30.60 લાખના નફામાંથી શહીદ પરિવારોને રૂ.28 લાખની સહાય અર્પણ

બાકીના રૂ.2.60 લાખ પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના શિક્ષણ પાછળ વપરાશે

મોરબી : મોરબીના રવાપર રોડ પર સેવા એજ સંપતિ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા પાટીદાર નવરાત્રિ મહોત્સવ અને સનાતન નવરાત્રિ મહોત્સવમાં ભક્તિ સાથે દેશસેવા અને સામાજિક જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો છે. સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન’ દ્વારા નવરાત્રિ મહોત્સવમાંથી થયેલા રૂ.30.60 લાખના નફાનો જાહેર મંચ પરથી હિસાબ રજૂ કરી, તેમાંથી રૂ.28 લાખ શહીદ જવાનોના 28 પરિવારોને રૂ.1-1 લાખની સહાયરૂપે અર્પણ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. આ માટે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના શહીદ જવાનોના પરિવારોને આમંત્રિત કરી સન્માન સાથે સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

મોરબીમાં નવરાત્રિના રૂ.30.60 લાખના નફામાંથી શહીદ પરિવારોને રૂ.28 લાખની સહાય અર્પણ
મોરબીમાં નવરાત્રિના રૂ.30.60 લાખના નફામાંથી શહીદ પરિવારોને રૂ.28 લાખની સહાય અર્પણ

સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વર્ષ 2015થી પાટીદાર નવરાત્રી મહોત્સવમાં શહીદ પરિવારોને સહાય આપવાની પરંપરા જાળવવામાં આવી રહી છે. ઉરી અને પુલવામા આંતકી હુમલા તેમજ નક્સલવાદી હુમલાઓમાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને અત્યાર સુધીમાં રૂ.4.76 કરોડની સહાય કરવામાં આવી હોવાનું અજય લોરિયાએ જણાવ્યું હતું. આ વખતની રૂ.28 લાખની સહાય સહિત ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં કુલ 329 શહીદ પરિવારોને રૂ.5.04 કરોડની સહાય પહોંચાડવામાં આવી છે. નવરાત્રિમાંથી થતી આવકનો હિસાબ જાહેર કરી તેનો ઉપયોગ સમાજસેવા માટે કરવાની આ પહેલ નવરાત્રી મહોત્સવમાં ભક્તિની સાથે દેશભક્તિ અભિગમને ઉજાગર કરે છે.
 

મોરબીમાં નવરાત્રિના રૂ.30.60 લાખના નફામાંથી શહીદ પરિવારોને રૂ.28 લાખની સહાય અર્પણ

નફામાંથી બાકી રહેલા રૂ.2.60 લાખ પિતાની છત્રછાયા ગુમાવનાર અને અભ્યાસની ફી ભરવામાં મુશ્કેલી અનુભવતી પાટીદાર સમાજની દીકરીઓના શિક્ષણ માટે વાપરવામાં આવશે. આ રકમમાંથી અંદાજે પાંચથી સાત દીકરીઓની અભ્યાસ ફી ભરવાનું આયોજન છે, જેથી આર્થિક મુશ્કેલીને કારણે તેમનું શિક્ષણ અટકે નહીં. આમ, નવરાત્રિના આયોજનમાંથી મળેલી આવકનો એક હિસ્સો દેશ માટે બલિદાન આપનાર જવાનોના પરિવારોને સમર્પિત કરાયો છે, જ્યારે બાકીની રકમ દીકરીઓના ભવિષ્યને ઘડવામાં ઉપયોગી બનશે.