Sunday - Jul 05, 2026

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા હમારા વિદ્યાલય અમારા સ્વાભિમાન અભિયાનનો પ્રારંભ.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા હમારા વિદ્યાલય અમારા સ્વાભિમાન અભિયાનનો પ્રારંભ.

મોરબી:- અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત દ્વારા ભારત ભરની પાંચ લાખ શાળાઓની સાથે ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં "આપણી શાળા આપણું સ્વાભિમાન"નો સંકલ્પની સાથે શ્રી દ્વારકાધીશ પ્રાથમિક શાળા ટંકારા ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો છે. આ એક અનોખી અને ઉત્તમ પહેલ છે, જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્ત રીતે શાળા તીર્થભૂમિ બને એ માટે સંકલ્પ લેવામાં આવ્યો છે. આ સંકલ્પ માત્ર શબ્દો પૂરતો મર્યાદિત ન બને પરંતુ શાળા જીવનને ગુણવત્તાયુક્ત અને પ્રેરણાદાય અને રાષ્ટ્રીય હિતમય બનાવવા માટેનો જીવંત મંત્ર બને તે છે, શાળાને સ્વચ્છ બને અને હરિયાળી બને એવો પ્રેરણાદાયક બનાવવાનો સંકલ્પ શાળાની સંપત્તિને રાષ્ટ્રીય સંપતિ માની અને તેનું જતન કરવું તેવી ભાવના કેળવવાની છે, અને આ પદ્ધતિ તે શીખવવાની શિક્ષણની ખરા અર્થને ઉજાગર કરેશે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા હમારા વિદ્યાલય અમારા સ્વાભિમાન અભિયાનનો પ્રારંભ.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા હમારા વિદ્યાલય અમારા સ્વાભિમાન અભિયાનનો પ્રારંભ.

આપણી શાળા ખરા અર્થમાં તીર્થ ભૂમિ બને અને રાષ્ટ્ર નિર્માણમાં એનો પાયો તેનો આધાર બને એ માટે મોરબીની માધાપરવાડી કુમાર અને કન્યાશાળામાં  800 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આનો સંકલ્પ લીધો હતો. આ તકે પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ માધાપર વાડી શાળાના બાળકોને બ્રિજેશભાઈ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

ટંકારા ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ઉપસ્થિતિમાં ગાયત્રી નગર અને દ્વારકાધીશ બંને શાળાના 500 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આપણી શાળા આપણું તીર્થ બને રાષ્ટ્ર નિર્માણમાં તેનો પાયો વધુ મજબૂત બને તેવા સંકલ્પ સાથે તાલુકાના હોદ્દેદારોની હાજરીમાં ધારાસભ્ય વિદ્યાર્થીઓ સમક્ષ પ્રેરણાદાય સંબોધન કર્યું હતું.