Friday - Aug 21, 2026

મોરબીના IPO માં બેદરકારી મામલે બેંકને રૂ.50 હજારનું વળતર શિક્ષકને ચૂકવવું પડ્યું

મોરબીના IPO માં બેદરકારી મામલે બેંકને રૂ.50 હજારનું વળતર શિક્ષકને ચૂકવવું પડ્યું

ગ્રાહક સુરક્ષાના  માર્ગદર્શન હેઠળ સતત ઈ-મેઈલ અને કાનૂની નોટિસ ફટકારતા જ બેન્કને પોતાની ભૂલનું ભાન થયું

મોરબી : મોરબીની એક મોટી ખાનગી બેંકમાં IPO અરજીની પ્રક્રિયા દરમિયાન થયેલી કથિત બેદરકારીને કારણે શિક્ષકને નાણાકીય નુકસાન ભોગવવાનો વારો આવ્યો હોવાથી શિક્ષક રવિભાઈ રાજાએ આ નુકશાનીનું વળતર મેળવવા ગ્રાહક સુરક્ષાના માર્ગદર્શન હેઠળ ઉચ્ચ કક્ષાએ લડત ચલાવી તેમજ કાનૂની નોટિસ ફટકારતા જ  બેંકે કોર્ટમાં મામલો પહોંચે તે પહેલાં જ રવિભાઈ રાજાને રૂ.50,000નું વળતર ચૂકવ્યું હોવાનું સામે આવ્યું છે.

મોરબીના IPO માં બેદરકારી મામલે બેંકને રૂ.50 હજારનું વળતર શિક્ષકને ચૂકવવું પડ્યું

મોરબીના શિક્ષક રવિભાઈ રાજાએ IPO માટેની અરજી બેંકમાં સમયસર રજૂ કરી હતી. જોકે, બેંક તરફથી IPO અરજીની પ્રક્રિયામાં થયેલી કથિત બેદરકારીના કારણે અરજી સમયસર પ્રક્રિયા થઈ શકી નહોતી. પરિણામે રવિભાઈ રાજાને સંભવિત નાણાકીય નુકસાન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મામલે રવિભાઈ રાજાએ શરૂઆતથી જ પોતાના હક માટે મક્કમ વલણ અપનાવી બેંક સમક્ષ રજૂઆતો શરૂ કરી હતી. શરૂઆતમાં સંતોષકારક ઉકેલ ન મળતાં તેમણે મામલો ઉચ્ચ સ્તરે લઈ જઈ બેંકના HR વિભાગ સહિતના અધિકારીઓને આશરે 30 જેટલા ઈ-મેઈલ કરી સમગ્ર ઘટનાની વારંવાર રજૂઆત કરી હતી. સાથે જ યોગ્ય ન્યાય અને વળતરની માંગ સાથે સમગ્ર મામલો ઉકેલાય તે માટે ગ્રાહક સુરક્ષાનાલાલજીભાઈ મહેતા અને રામભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ કાનૂની રાહે લડત ચલાવી વકીલ આશિષભાઈ મુલીયા મારફતે બેંકને નોટિસ પાઠવવામાં આવી હતી. આથી કાનૂની કાર્યવાહી આગળ વધે અને કોર્ટમાં કેસ દાખલ થાય તે પહેલાં જ બેંક દ્વારા સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ રવિભાઈ રાજાને રૂ.50,000નું વળતર ચૂકવવામાં આવ્યું હતું.

મોરબીના IPO માં બેદરકારી મામલે બેંકને રૂ.50 હજારનું વળતર શિક્ષકને ચૂકવવું પડ્યું