મોરબી : મોરબીમાં આવેલ પ્રિ સ્કૂલના સંચાલકોએ બિ યુ સર્ક્ટિફિકેટ અને ભાડા કરારના નિયમોનો વિરોધ કર્યો છે અને સરકારના નિયમોના વિરોધમાં આવેદન આપ્યું છે. મોરબીમાં ૬૦ થી વધુ પ્રિ સ્કીલ આવેલ છે. જેમાં બિ યુ સર્ક્ટિફિકેટ અને ભાડા કરારના નિયમો પાળી શકાય નહીં તેવી રજૂઆત કરી હતી. સરકાર દ્વારા આ નિયમોમાં ફેરફાર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. નિયમમાં ફેરફાર ના થાય તો પ્રિ સ્કૂલ બંધ કરવી પડે તેવી સ્થિતિ થશે તેમ જણાવ્યું હતું.