ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તણાવ છે.પહેલાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના આંતકી અડ્ડાઓને નેસ્તનાબૂદ કરીને કાશ્મીરના પહેલગામનો બદલો લીધો હતો. જો કે ભારતે આમ નાગરિક ને નહિ પણ અંતકીઓનો ખાત્મો બોલાવ્યો હતો. જેની દાઝ રાખી આજે પાકે. ભારત ઉપર હુમલાનો નાપાક પ્રયાસ કર્યો હતો. જેમાં ગુજરાતના ભુજ સહિત ભારતના સૈન્યના 15 ઠેકાણાઓ ઉપર પાકિસ્તાને હુમલાની કોશિશ કરી હતી. પણ ભારતે પાકના આ હુમલાને જડબાતોડ જવાબ આપી પાકને ધૂળ ચાટતું કરી દીધું છે. પાકિસ્તાનના હુમલાને ભારતીય સેનાએ નાકામ બનાવતા ભારતમાં પાકના હુમલાની કોઈ અસર નથી. પણ પાક.ના આ હુમલાને નિષ્ફળ બનાવી ભારતે સુદર્શન ચક છોડતા પાકિસ્તાનના લાહોર સૈન્યના સ્થળો અને રાવલપિંડી સ્ટેડિયમ સહિતની 9 જગ્યાએ અંધાધૂંધી થઈ છે અને ભારતે હજુ જવાબી કાર્યવાહી ચાલુ રાખી છે. આ સાથે ભારતે એક વાત પુરવાર કરી દીધી છે કે, ભારત કદી જ શાંતિમાં પલિતો ચાપતું નથી.પણ ભારતમાં કોઇ અશાંતી ફેલાવાશે તો ભારત એને કોઈ કાળે નહિ છોડે.