મોરબી : મોરબીમાં મેમણ શેરીમાં રહેણાંક મકાનમાં ૨.૨૩ કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સને એ ડિવિઝન પોલીસે ઝડપી લઈ તેની સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે આરીફ યાકુબભાઇ કચ્છી રહે. કુબેરનાથ રોડ, મેમણ શેરી વાળો પોતાના રહેણાક મકાનમાં ગાંજાનો જથ્થો રાખી પોતાના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે. જેના આધારે રેડ કરતા ત્યાંથી ગાંજાનો જથ્થો વજન ૨ કિલો ૨૩૦ ગ્રામ કિ.રૂ.૬૬૯૦ મળી આવતા કુલ રૂ. ૧૧,૭૯૦/- ના મુદામાલ સાથે તેની ધરપકડ કરી છે. આ સાથે તેને ગાંજાનો જથ્થો આપનાર તરીકે અબ્બાસ મોવર રહે.સુરેન્દ્રનગરવાળાનું નામ ખુલતા તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં પીઆઇ આર.એસ.પટેલ, એએસઆઇ સવજીભાઇ દાફડા, હેડ કોન્સ. હિતેષભાઇ ચાવડા, કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા, રવિભાઈ ચૌધરી અને દિપસંગભાઇ ચૌહાણ રોકાયેલ હતા.