Saturday - May 16, 2026

મોરબીના સામાકાંઠે ઋષભનગર ખાતે સર્વ પિતૃ મોક્ષાર્થે ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન.

મોરબીના સામાકાંઠે ઋષભનગર ખાતે સર્વ પિતૃ મોક્ષાર્થે ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન.

મોરબી: મોરબીની ધર્મપ્રેમી જનતા માટે એક ખુશીના સમાચાર છે. શહેરના સામાકાંઠે આવેલ ઋષભનગર વિસ્તારમાં પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી હરિ દ્વારકાધીશના દિવ્ય અનુગ્રહથી સર્વ જ્ઞાતિઓના પિતૃઓના મોક્ષાર્થે દિવ્ય અને ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અને મોક્ષ ગાથાનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.

આ કથાગંગામાં વ્યાસપીઠ પર મોરબીના સુપ્રસિદ્ધ પ્રખર વિદ્વાન ભાગવતાચાર્ય શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દવે બિરાજશે. તેઓ પોતાની મધુર અને સંગીતમય શૈલીમાં ભાવીકોને ભગવાન શ્રીકૃષ્ણના ચરિત્રો, ગુણો અને મહિમાનું રસપાન કરાવશે.

કથા દરમિયાન ઉજવાશે વિવિધ પ્રસંગો:–

સપ્તાહ દરમિયાન પોથી યાત્રા, ભાગવતજી માહાત્મ્ય, કપિલ પ્રાગટ્ય, નૃસિંહ જન્મ, વામન જન્મ, શ્રી રામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ, ગોવર્ધન લીલા, શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર અને પરીક્ષિત મોક્ષ જેવા વિવિધ ધાર્મિક પ્રસંગોની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે.

કથાની વિગત અને સમય:–

* કથા પ્રારંભ: તારીખ ૨૪-૧૨-૨૦૨૫, બુધવાર

* કથા વિરામ: તારીખ ૩૧-૧૨-૨૦૨૫, બુધવાર

* સમય: દરરોજ બપોરે ૨ થી ૬ વાગ્યા સુધી

* સ્થળ: ઋષભનગર ચબૂતરા પાસે (ગરબી ચોક માં), સામા કાંઠે, મોરબી - ૨

યજમાનો માટે ખાસ સૂચના:–

કથા દરમિયાન જે યજમાનો પોતાના પિતૃઓના ફોટા રાખી પિતૃ પૂજન, ભાગવતજી પૂજન તેમજ કથામાં આવતા વિવિધ ઉત્સવોના પ્રસંગોનો લાભ લેવા ઇચ્છતા હોય, તેમણે શાસ્ત્રીજીનો સંપર્ક કરવાનો રહેશે. (સંપર્ક મો. ૮૦૦૦૯ ૧૧૪૪૪)

આયોજકો દ્વારા જાહેર આમંત્રણ:–

આ ધાર્મિક મહોત્સવમાં પધારવા માટે ઋષભનગર, મહાવીર નગર, નીલકંઠ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી અને ધર્મ સિદ્ધિ સોસાયટીના તમામ મહિલા મંડળ તેમજ આસપાસના વિસ્તારના તમામ ભાવિક ભક્તગણ દ્વારા સૌ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મોરબીના સામાકાંઠે ઋષભનગર ખાતે સર્વ પિતૃ મોક્ષાર્થે ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન.