Friday - Apr 24, 2026

કચ્છથી મોરબી આવતા દારૂ સાથે એક ઝડપાયો

કચ્છથી મોરબી આવતા દારૂ સાથે એક ઝડપાયો

 કચ્છથી રૂ.3.89 લાખનો દારૂનો જથ્થો ભરી મોરબી આવતી કારને માળિયા મિયાણા પોલીસે ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસે પકડી લઈ એક શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા મિયાણા પોલીસને બાતમી મળેલ કે, કચ્છ તરફથી એક સફેદ નંબર પ્લેટ વગરની મારૂતી બ્રેઝા કારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી મોરબી તરફ આવે છે તેવી ચોકકસ હકિકત આધારે માળીયા મીંયાણા નજીક ઓનેસ્ટ પોલીસ ચેક પોસ્ટ પાસે કચ્છ મોરબી હાઇવે ઉપર પોલીસ ટીમે વોચ ગોઠવી કારમાંથી સુરેશભાઈ અજાભાઈ ચૌધરી ઉ.વ. ૧૯ રહે. કુડલા (રાજસ્થાન)વાળાને ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૩૩૩ કી. રૂ. ૩,૮૯,૭૦૦/- તથા કાર, મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૮,૦૪,૭૦૦/- નો મુદામાલ સાથે પકડી લેવામાં આવ્યો છે.