Monday - Aug 24, 2026

મોરબીમાં બાઈક – રીક્ષા વચ્ચેના અકસ્માતમાં એકનું મોત

મોરબીમાં બાઈક – રીક્ષા વચ્ચેના અકસ્માતમાં એકનું મોત

મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર સેફાયર સિરામિક નજીક બાઈક લઈને જઇ રહેલા મૂળ મધ્યપ્રદેશના વતની સૂફીયા વસુનિયા અને કનસિંગ બહાદુર ડાવરના બાઇકને અજાણ્યા રીક્ષા ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જતાં સૂફીયાનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે કનસિંગને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો રીક્ષા ચાલક નાસી જતા મૃતક સૂફીયાના કાકા કનસિંગ અમરસિંગ વસુનિયા રહે.જિયોલાઈટ સેનેટરી, ઘુંટુ, મૂળ રહે.મધ્યપ્રદેશ વાળાએ અજાણ્યા રીક્ષા ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.