Thursday - Jul 16, 2026

મોરબી નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા એકનું મોત

મોરબી નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા એકનું મોત

મોરબી નજીકના ઊંચી માંડલ ગામ પાસે હોટલ ચલાવતા આધેડ તેઓનું બાઈક લઈને તેમની એક હોટલેથી બીજી હોટેલ જઇ રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેમના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં હોટલ સંચાલકને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું.

મોરબીના હળવદ હાઇવે ઉપર ઊંચી માંડલ ગામ નજીક ચામુંડા હોટલ નામે હોટલ ચલાવતા પ્રવીણભાઈ નાથાભાઈ કાલીયા (55) નામના આધેડ ગત તા.7/2 ના રાત્રીના 10:30 વાગ્યે તેઓનું બાઇક લઈને તેઓની એક હોટલેથી બીજી હોટલ તરફ કામ સબબ જતા હતા ત્યારે નેકસીયોન સિરામિક પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. ત્યારે તેઓના બાઈકને કારના ચાલકે હડફેટે લેતા પ્રવીણભાઈ કાલીયાને માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી સારવાર માટે મોરબી સિવિલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના દીકરા વિપુલભાઇ પ્રવિણભાઇ કાલીયા (36) રહે. હાલ ઉચી માંડલ પાસે ચામુંડા હોટલ મોરબી મુળ રહે. કાનીયાડ તાલુકો બોટાદ વાળાએ કાર નં. જીજે 36 એએફ 2206 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.