Tuesday - Apr 21, 2026

હળવદમાં બે ચોરાઉ બાઇક સાથે એક ઝડપાયો

હળવદમાં બે ચોરાઉ બાઇક સાથે એક ઝડપાયો

હળવદ – ટીકર રોડ ઉપરથી હળવદ પોલીસે વાહન ચેકીંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પ્લેટીના બાઈક લઈને નીકળેલા શખ્સને રોકી વાહનના કાગળો અંગે પૂછપરછ કરતા ગોળગોળ જવાબ આપતા આગવી ઢબે પૂછતાછ કરતા આરોપી રણછોડ ઉર્ફે હકો ઉર્ફે જીવો વિઠ્ઠલભાઈ સુરેલા રહે.જોગડ તા.હળવદ વાળાએ આ બાઈક હળવદ તાલુકાના અજિતગઢ ગામેથી ચોરી કર્યાનું કબૂલી અન્ય એક બાઈક હળવદ શહેરના ભવાની મેડિકલ સ્ટોર પાસેથી ચોરી કર્યાનું કબુલતા પોલીસે બન્ને બાઈક કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.