Friday - Jul 03, 2026

મોરબી મનપાની પ્રથમ વર્ષગાંઠ નિમિતે કર્મચારીઓ માટે સ્નેહમિલનની સાથે ભવ્ય આતિષબાજી કરાઈ

વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને બિરદાવવા માટે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

મોરબી : મોરબી મહાનગર પાલિકાએ 1 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યુ છે.  MMC@1 ના ભાગરૂપે  શનાળા રોડ ખાતે મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ- જનસેવા અને નાગરિક કલ્યાણ સેવાઓ માટે MMCના કર્મચારીઓ માટે સ્નેહમિલન  કાર્યક્રમ યોજાયો હતો. મહાનગરપાલિકા દ્વારા ગતવર્ષ  2024 દરમિયાન વિવિધ વિકાસ કાર્યો નાગરિક સુવિધાઓનું વિસ્તરણ સ્વચ્છતા રમતગમત સાંસ્કૃતિક  અને જન ભાગીદારી ક્ષેત્રે જે નોંધપાત્ર કામગીરી મોરબી મહાનગરપાલિકા બન્યું ત્યારબાદ કરી છે. તેની સિદ્ધિઓને બિરદાવવા માટે MMCના  કર્મચારીઓ માટે આ કાર્યક્રમ યોજાયો હતો. સાથેસાથે ભવ્ય આતિષબાજી કરવામાં આવી હતી.
 
મોરબી મનપાની પ્રથમ વર્ષગાંઠ નિમિતે કર્મચારીઓ માટે સ્નેહમિલનની સાથે ભવ્ય આતિષબાજી કરાઈ

સ્નેહમિલન કાર્યક્રમની શરૂઆત મનપાના કમિશનર સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનર, કુલદીપસિંહ વાળા, નાયબ કમિશનર સંજય કુમાર સોની, CFO સીટી એન્જિનિયર સહિતના અધિકારીઓ  દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી, આ કાર્યક્રમને શરૂઆતમાં કર્મચારીઓને મ્યુઝિકલ ચેર - ટીમ બિલ્ડીંગ જેવી  રમત રમાડવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને બિરદાવવા માટે પ્રમાણપત્ર       
આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં BLS તરીકે સેવા આપનાર ડો. નિધિ સુરાણી, ડો. મોનિકા પટેલ, ડો. મહેન્દ્ર ફેફર, તેમજ MMC@1 અંતર્ગત યોજાયેલ ટાઈપિંગ સ્પર્ધા ના વિજેતાઓ કર્તવ્યભાઈ ભટ્ટ, ધરતીબેન ચીખલીયા , ગૌરવકુમાર સોલંકીને પ્રમાણપત્ર અભી સન્માનિત કરવામાં આવ્યા હતા, વિવિધ શાખાને શ્રેષ્ઠ વિવિધ શાખાને શ્રેષ્ઠ કામગીરી બદલ ટેક્સ શાખા, વહીવટી વિભાગમાં મહેકમ શાખા અને રમતગમત શાખાને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા , બેસ્ટ શાખા અધ્યક્ષ તરીકે અને બેસ્ટ એમ્પ્લોય ઓફ  e-સરકાર  તરીકે હિતેન્દ્ર આદ્રોજા, ગૌરવકુમાર સોલંકી અને કેવલ કલોલાને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ANCT શાખાના કર્મચારીઓ દ્વારા જન જાગૃતિ અંગે નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વયનિવૃત્તિના કારણે નિવૃત્ત થતા કર્મચારીઓને તેમની ગ્રેજ્યુટી, પીએફ અને અન્ય લાભો ના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

મોરબી મનપાની પ્રથમ વર્ષગાંઠ નિમિતે કર્મચારીઓ માટે સ્નેહમિલનની સાથે ભવ્ય આતિષબાજી કરાઈ

સ્નેહમિલનના કાર્યક્રમમાં મનપાના કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં સતત દિવસ રાત મહેનત કરી MMCના કર્મચારીઓ પોતાની ફરજ સફળતાપૂર્વક નિભાવી રહ્યા છે, રાત્રિ સફાઈ ઝુંબેશ, ઈલેક્ટ્રીક, ડ્રેનેજ, ફાયર સહિતની ટીમ સતત ખડેપગે રહે છે. આ સમગ્ર કામગીરીમાં કર્મચારીઓની મહત્વની ભાગીદારી રહી છે.
 
મોરબી મનપાની પ્રથમ વર્ષગાંઠ નિમિતે કર્મચારીઓ માટે સ્નેહમિલનની સાથે ભવ્ય આતિષબાજી કરાઈ

કાર્યક્રમના અંતિમ ચરણમાં મોરબી મહાનગરપાલિકા સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું હોય તેની MMC@1 ઉજવણીના ભાગરૂપે તમામ સુરક્ષા વ્યવસ્થા સાથે  શહેરીજનોના આનંદ અને ઉત્સાહમાં વધારો કરવા ભાઈચારાની ભાવના સાથે અત્યંત સુંદર અને નયનરમ્ય નજારો આતિશબાજી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય  દુર્લભજીભાઈ દેથરીયા, મહાનગરપાલિકાના કમિશનર માન. સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા, નાયબ કમિશનર સંજયકુમાર સોની , ચીફ ફાયર ઓફિસર , સીટી એન્જિનિયર સહિતના રાજકીય આગેવાનો અને અધિકારીઓ,મહાનગરપાલિકાના કર્મચારીઓ અને નગરજનો બહોળા પ્રમાણમાં હાજર  રહ્યા હતા.