Saturday - May 18, 2024

યુવતીને ભગાડી જવા મુદ્દે પરપ્રાંતીય લેબરો વચ્ચેનો ડખ્ખો યુવાનના અપહરણ અને ખંડણી સુધી પહોંચ્યો

યુવતીને ભગાડી જવા મુદ્દે પરપ્રાંતીય લેબરો વચ્ચેનો ડખ્ખો યુવાનના અપહરણ અને ખંડણી સુધી પહોંચ્યો

 વાંકાનેર નજીકની સિરામિક ફેકટરીમાં કામ કરતા મધ્યપ્રદેશના લેબરો વચ્ચે યુવતીને ભગાડી જવા માટે થયેલો ડખ્ખો બે યુવાનોના અપહરણ ગંભીર અપરાધ સુધી પહોંચી ગયો હતો. જેમાં
તારા સાળાએ મારી દીકરીનું અપહરણ કર્યું હોવાનું કહી ફેક્ટરીની બહાર બોલાવી એમપીના આઠ શખ્સોએ બે યુવાનના અપહરણ કરી મધ્યપ્રદેશ લઈ જઈ ઢોર માર મારી ખંડણી માંગી હોવાનો બનાવ વાંકાનેર તાલુકા પોલીસ દફતરે પહોંચતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વાંકાનેરના સરતાનપર પાસેની ફેકટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના રહેવાસી વિકાસ ગુડ્ડા બારેલા ઉ.વ.22 એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.25માર્ચના રોજ આરોપી રણજીત દોલા વસુનિયાએ વિકાસને ફોન કરીને કહ્યું હતું કે, તારા સાળાએ મારી દીકરી આશાનું અપહરણ કર્યું અને તે મળી ગયો હોય તેથી તું ફેકટરીની બહાર આવ તેમ કહેતા વિકાસ અને તેના પરિચિત સોનુ સરતાનપર રોડ ઉપર આવેલ લેન્ડ ગ્રીસ ટાઇલ્સ ફેકટરીના ગેઇટ બહાર રસ્તા ઉપર જતા આરોપી રણજીત દોલા વસુનિયા, સંગ્રામ છગન કટારા, લવકુશ રામા મેડા અને રામકીશન નામાલૂમ તેમજ અન્ય ચાર અજાણ્યા આરોપીઓએ બળજબરી કરી વિકાસ તથા સોનુને ઇકો ગાડીમાં બેસાડી અપહરણ કરી તેમના ગામ લઈ જઈ આરોપીઓએ બન્નેને બંધક બનાવી લાકડી, લોખંડના સળિયા તથા ઢીકા પાટુનો માર મારી વિકાસના ફોનમાંથી તેના પરિવારજનોને ફોન કરાવી પૈસાની માંગણી કરી હતી અને જો પૈસા ન આપે તો જાનથી મારી નાખવા ધમકી આપી હતી.